હા હુ.. એજ છું..
હું ગાંધીનુ મોન..
હું જ સરદારની ધાક છું.
હા.. હું યુવા છું...
હું સ્વામીજી ની ધર્મ વાણી..
ને નેતાજી નો દેશ પ્રેમ છું..
હા .. હું એજ છું..
હા.. હું યુવા છું...
હું ભીમરાવ નો સંધર્ષ...
ને જવાહરલાલ નો મહેકતો ગુલાબ છું..
હા .. હું એજ છું..
હા.. હું યુવા છું...
હું જ ભગતનું શોર્ય ..
ને આઝાદ, સાવરકર નું જુનુન છું..
હા .. હું યુવા છું..
હા.. હું એજ છું ..
હું યુવા છું..
આ કહેવું સહેલું છે.."દીપ"..
કરીને બતાવ તો માનું..
કે તુ એજ દેશભક્ત છે..
તુ જ યુવા છે..
~ દીપ તળપદા