મારી કોઈ પણ વાત થી તને ફરક પડતો નથી..!
એ વાત થી મને ફરક પડે છે..
ને સમજુ લાગો છો , તોય સમજતા નથી..!
એ વાત થી મને ફરક પડે છે..
ને કહો છો.. તમે મને ચાહો છો..!
ને એ વાત કરી અણજાણ બનો છો..
માટે જ તો ફરક પડે છે..
ને આ ફરક શું છે? એ મને પૂછો છો...!
હું ભૂલ્યો નથી.. આપણી મિત્રતા.. ને તમે મિત્રતા પણ ભૂલી ગયા..
આ વાત થી મને ફરક પડે છે..
ને આ ફરક એટલો જ છે "દીપ"
લખવું હતું.. મારા વિશે પણ લખાઈ ગયુ તારા વિશે..
એટલે જ તો મને ફરક પડે છે..
~ દીપ તળપદા