કદી એકલતાને સહારે મન મુકી ને ભમી જો,
ખવાતી હોય સંવેદના ભાર વહીને ભરી જો.
ખાલી કરતાં આવડે તે, શું ભરી સકવાના?
કંઈક હું શુ તું શું? ભાવ ભરીનેએ ભરી જો.
હરવુ જ હોય પર બની સંસારના સારમાં,
સ્વ બનીને સ્વ શું છે? એ જ તું શમી જો.
ગહન ભેદના ભાવ છે જગમાં જંજાળ વત,
પરાઈતા છોડી એક મીટ તુજમાં માંડી જો .
મનરવ ન સમજાય તો કશું નહી એ મુરખા,
સમજી ને કોઈને ભીતર ના ભાવ ભરી જો.