જિંદગી નામનો ખેલ અનોખો રમાડે છે રામ...
જે હરાવી શકે મનને એનેજ જીતાડે છે રામ....
સાચી દિશા જો પકડાય તો ભવ સાગર પાર..
નહીંતર તો મન ના વમળ માં ડૂબાડે છે રામ...
મન ના આઘાતો થી બચવા પથ્થર થવું પડે...
અમે સાંભળ્યું છે કે પથ્થરો ને તરાવે છે રામ...
સુવર્ણમૃગ દેખાડી મન તો લલચાવ્યા જ કરે ..
લક્ષમણ રેખા પાર ના કરાય સમજાવે છે રામ..
આત્મા નું હરણ થઈ જાય ત્યારે સત્ય દેખાય...
પશ્ચાતાપ કરે મન તો મુક્તિ અપાવે છે રામ....
#Ram