લાગણી નો સંબંધ .
કોઈ એક હોવું જોઈએ
ક્યાંક કોઈ એક એવું, પારકુ હોવું જોઈએ.
જે નથી આપણું છતાંય, આપણું હોવું જોઈએ.
નામ વગરના સંબંધમાં પણ, એવું એક નામ હોવું જોઈએ.
નથી જ જોઈતું કશું જ મારે, જ તારી પાસેથી દોસ્ત.
બસ તારા ચહેરા પર, નિમૅળ હાસ્ય હોવું જોઈએ.
આવું કહેનાર કોક તો, જીવનમાં હોવું જોઈએ.