શીર્ષક - " પતંગોત્સવ "
લેખક - ✍...©️ વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.
આવ્યો રંગબેરંગી પતંગોનો પતંગોત્સવ;
આકાશે છવાયો છે રંગોનો પતંગોત્સવ;
થોડી ઢીલ, થોડી ખેંચ ને કાપ્યો છેનો નાદ,
પતંગ વચ્ચે જામ્યો, જંગોનો પતંગોત્સવ;
તલના લાડુ, ગોળની ચીકી ને શેરડી સાથે,
નાના મોટામાં જોયો ઉમંગોનો પતંગોત્સવ;
જેનાં ગળે મળે એનાં જ કાપે ગળાં અહીં,
કવિ, લેખકો માટે છે વ્યંગોનો પતંગોત્સવ;
"વ્યોમ" પર લહેતાં પતંગો જોઈને લાગે છે,
આભના દરિયે ઉછળ્યો તરંગોનો પતંગોત્સવ;