પરમ ધરી ધ્યાન,
શ્વાસો શ્વાસ પ્રિતમ ..
સરાસરનો વાસ .
ઊડતા મેરુના મિનારે,
નમતા નદીના કિનારે..
અંતરમન દેવ ગુંજે .
વહે ઝરણાં બુંદ બુંદ નિવાસ...
ભક્તિ ભાવ ભેરુ .
વહે નિત્ય કરુણા કેરું..
નામ રુપ ગુણ ગુંજે તેરુ.
ખગ તરુ કલરવ ચિત વાસ.....
અહોભાવે અમી ભરી મીટ,
ઝળહળતા તેજ દિને પ્રિત.
એકધ્યાન તુજ તણું ચિત.
મનરવ મળે હરિવર સરી સુવાસ...
હરિ સ્મરણ .
મનરવ મનજી.
તા ,૧૨,૧,૨૦૨૪