તો નાવ હંકારુ.
અભિમાન ઓગાળીને આવો, તો... નાવ હંકારુ,
આત્મસાદ કરીને આવો તો નાવ હંકારુ.
માનવતાના શિખર ઉપર ચઢીને આવો, તો... નાવ હંકારુ,
મદનમોહન ની ધૂન બોલાવી ને આવો, તો... નાવ હંકારુ.
સાદ પાડુને કુષ્ણ નામે ચિર પુરી આવો, તો... નાવ હંકારુ,
વેલડા ભરી ને શામળિયો આવે, તો... નાવ હંકારુ.
રામ નામે હનુમાનની જેમ દોડીને આવો, તો... નાવ હંકારુ,
આદી ને અંત કરીને આવો, તો... નાવ હંકારુ.
જગત આખા ને હાથ જોડીને આવો, તો... નાવ હંકારુ,
મા-બાપ ને નમી ને આવો, તો... નાવ હંકારુ.
ઉમળકા નુ આયખું ભરીને આવો, તો... નાવ હંકારુ,
હવે પાછા ન આવવાનુ કહીને આવો, તો... નાવ હંકારુ.
જીવન સુવાસ ફેલાવી ને આવો, તો... નાવ હંકારુ,
તન-મન નો મેલ ઉતારીને આવો, તો... નાવ હંકારુ.
જીવન જંગ ખેલી ને આવો, તો... નાવ હંકારુ,
ઈશ્વર પાસેથી હિસાબ નો કાગળ લઈને આવો, તો... નાવ હંકારુ.
વધુ ન માંગુ કાંઈ હવે હું, યુ'આશા રાખું છું કે..., ઓળખાણ નું પરબીડિયુ અને કર્મ નો ભાર લઈને આવો, તો... હવે... નાવ હંકારુ.