after long time finally I finished
*આમ જુવો તો જીંદગી માં કોઈ...*
આમ જુવો તો જિંદગીમાં અમારી કોઈ ગમ નથી,
બસ ખાલી છે ખિસ્સા, ને ખાતમાં કોઈ રકમ નથી.
એટલેજ તમાચા મારી, ને નથી રાખ્યા ગાલ રાતા,
જેવા છીએ એવા છીએ, ફકીર કે મજલુમ નથી.
છટકી જાય છે સમય, હાથતાળી દઈને હરેક ક્ષણ,
પણ હજુય જેટલો છે હાથમાં, એ કંઈ કમ નથી.
એવોને એવો ઊભો છું, આંધી ને તુફાન વચ્ચે,
લાગે છે તારી મોકલેલ આફતોમાં, કઈ દમ નથી.
પડકાર છે આ,જંગ હથિયાર વગર જીતવાનો,
બુલંદ છે હૌસલો, લથડી જાય એવા કદમ નથી.
તારો થયા પછી ગાંડો ગણાયો છું આ જગતમાં,
ભલે તું માને ના માને મારો દાવો કઈ બે દમ નથી.
દાદ આપીને મારા દર્દ ને ઠોલસો નહી મિત્ર હવે,
વ્યથા છે મુજ હ્રદયની, ગીત ગઝલ કે નઝમ નથી.
😊😊😊😊