કાન્હા.....
તને શોધુ છુ હુ,
તુ છે ક્યા....
આ વિશાલ સાગર માં રહે છે તુ કે પછી, એના ભાગ રુપે નદીઓ બની ને વાહે છે તુ....
આ નદી માં છે કે પછી ,
એના ખલખલ વેહતા પાણી માં છે તું......
આ ચંદ્રમા માં તારો વાસ છે કે પછી ,
એની શિતલ ચાંદની માં છે તું......
આ સૂર્યનારાયણ ના તેજ માં છે તું કે પછી ,
એની કિણૉ બની ને આ જગત માં પ્રસારે છે તું....
આ પૃથ્વી નો પ્રત્યેક જીવ છે તું કે પછી ,
એમના હૃદય માં ધડકન બની ને ધડકે છે તું.....
આ કુદરત ના પ્રત્યેક કણ માં છે તુ કે પછી ,
કળી કળી ભેગી થાય ને જે પુષ્પ બને છે એમા છે તુ.....
એ કાન્હા હુ શોધુ છું તને....
તુ છે ક્યા....