તારી પ્રથમ નજર
તારી એ પ્રથમ નજર ને હું શરમાયો હતો
તારી આખો મા એ પ્રેમ જોઈ હું પણ ભરમાયો હતો.
તારી આખોમા કીકીની એ ખામી પર હું હતો ફિદા
તારી એ પ્રથમ નજર ને હું શરમાયો હતો....
ક્યાંરે રાત પડતી ને ક્યારે દિવસ એ પણ ક્યાં ખબર હતી
આમ જ તારું મારા પ્રેમમા પડવું એ મારું બદનસીબ હતું
આમ આવી મારી જિંદગીમાં પણ તારી મરજીથીને
આમ ગઇ પણ મારી જિંદગીથી તારી મરજીથી
એમાં શુ વાંક મારો??એ ખુદારી પણ મારી હતી
તારી એ પ્રથમ નજર ને હું શરમાયો હતો.....
તારા દુઃખ દર્દમાં ક્યાંક કર્યો હતો મને ભાગીદાર,
એ જાણી હું પણ ક્યાંક ભરમાયો હતો.
હવે તારી ખુશીઓમાં નહિ આવું હું વારે વારે,
હું પણ બની જઈશ એમ પથ્થરદિલ ને પાગલ..
તારી એ પ્રથમ નજર ને હું શરમાયો હતો....
તે પણ શિખવી દીધું કોઈ સમયે સાથ નિભાવતું નથી અહી
તારું મારી જિંદગીમાં મળવું એ મારી બદનસીબી હતી.
મારું તારી જિંદગીમાં આવવું એ ક્યાંક મારી જ ભૂલ હતી
છતાં તમારી ખુશીઓમાં જ ખુશ હું ક્યાંક ખોવાઈ જઈશ
તારી એ પ્રથમ નજર ને હું શરમાયો હતો....
-mahendra(sujal)