....." આજનું સનાતન સત્ય "
સવારે ભૂખ્યા ઊઠે રંક, ને રાત્રે વાળુમાં કરે વાતું;
અમીરને ઘેર ભોજન ત્રણે ટંક એઠવાડમાં ફેંકાતું;
વાહ રે વાહ ઈશ્વર, આ તે કેવો તમારો ન્યાય છે;
ભૂખ્યા રહે શ્રમ કરનાર, કિસ્મત વાળા ધરાય છે;
કમર તોડી કામ કરનારા ને જ લોકો કહે છે કાલાં;
ચાપલૂસી કરી વાતો કરનાર, લાગે વ્હાલાં વ્હાલાં;
લાખોની ઉચાપત કરનાર તો કરતા હોય છે મજા;
ને મુઠ્ઠી ધાન ચોરનારને અહીં થતાં જોઈ છે સજા;
જૂઠા ને બેઈમાનોની અહીંયાં છે આજ બોલબાલા;
સાચા, ઈમાનદાર જીવનભર કરતાં રહે કાલાવાલા;
ઘોર કલિયુગે "વ્યોમ" સત્યની થતી જોઈ હાર છે;
અસત્યની જ્યાં જુઓ ત્યાં બસ, જય જયકાર છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર