Gujarati Quote in Poem by Dharmik

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો ત્યારે...
આ વર્ષ નો આ છેલ્લો દિવસ...
મારા તરફ થી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ
તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર...
તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો...
નવા વર્ષમાં નવી ઉમેદ થી પાછા એમજ ઋણાનુબંધ સાચવી લો...
જેમ ચાંદ અને સિતારા ની વાત નોખી છે,
તો પૂનમ અને અમાસ ની રાત પણ નોખી છે,
આકાર ભલે રહ્યા બધા એક સમાન?
પણ, માણસે માણસે જાત નોખી છે,
બે પંખીડા મુક્ત મને શું મળ્યા જરા?
મુખે મુખે થઇ પછી પંચાત નોખી છે,
છે ખંજર શત્રુ ને મિત્ર બેઉના હાથમાં!!
મળી છાતી ને પીઠને સોગાત નોખી છે,
દોડે છે બેઉ પોતપોતાના જ પેટ ખાતર;
ધનિક ને રંક ની ઉગતી પ્રભાત નોખી છે,
સમય દિવસ તહેવાર બધું જ એક છે,
તો પણ હંમેશા બદલાતા વર્ષની સાંજ નોખી છે...
આવતું વર્ષ વિતે સરસ એજ પ્રાર્થના છે,
તો ધર્મે ધર્મે થતી તેની આયાત પણ નોખી છે ..
Bye Bye 2023 Welcome 2024...

Gujarati Poem by Dharmik : 111911554
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now