*છઠ્ઠી ના લેખ :*
_____________
કોરી આ જીંદગીમાં પ્રભુ છઠ્ઠી ના લેખ, એવા લખી લેજો,
ફરી ન માંગવું પડે, એવો સુખનો ભંડાર ભરી દેજો
સંસારના જંગલમાં એવો માર્ગ કરી દેજો,
પગલાં પડે એના ને મંઝિલ સામે ધરી દેજો,
જીવનની ઇચ્છા બધી પૂરી દેજો,
પ્રભાતના કિરણોનું તેજ એમાં ભરી દેજો,
સંધ્યાની લહેરો એમાં વણી લેજો, જીવનની ફોરમ મહેકતી કરી દેજો,
આ *"જયવંતદાદા"* ની મહેચ્છા બધી એવી ભરી દેજો,
સર્વ સદગુણના દર્શન થાય, એવું લેખમાં લખી લેજો,
*- જયવંત બગડીયા / કવિરાજ*