.... " જીવીત છું, કાફી છે "
ખુદની ફિકર હું શું કરું? જીવિત છું એ કાફી છે;
એ જિંદગી જા તને, તારી બેવફાઈની માફી છે;
માંગી જ્યારે જ્યારે ખુશી, આપી તેં ઉદાસી છે;
એને પણ હર વક્ત મેં રાજી ખુશી અપનાવી છે;
દર્દ, વ્યથા, ઘાવ, દુખમાં પણ જાતને હસાવી છે;
એ રીતે પણ તારાથી મેં ઈમાનદારી નિભાવી છે;
સુખ આપ કે દુઃખ, રાજી છું હું તારા નિર્ણય પર,
તારી સાથે એ જિંદગી લગન ગજબની લાગી છે;
ભરીને રાખ્યો છે સમંદર ખારો મેં મારાં નયનોમાં,
નથી દેતો છલકવા આંખોને એ જ તો ખુમારી છે;
અનુવાદ પણ કરીને જોયો મેં જિંદગીનો "વ્યોમ"
સ્થિતિ છે એ જ બસ દર્દ દેવાની અદા બદલાઈ છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર