Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક મનભરીને હસી જાણીએ.
ક્યારેક કોઈ દિલમાં વસી જાણીએ.

આ તો છે આપણું એક પ્રેમનગર,
મળનારાને પોતાના કરી જાણીએ.

ના ગમે કોઈની કરવી આઘીપાછી,
થતી હોય ત્યાંથી ખસી જાણીએ.

કરે કોઈ ગુસ્સો આવેગે અદકેરો,
ઠંડા દિમાગે એને ભૂલી જાણીએ.

નબળી ક્ષણોનો હિસાબ ન હોય,
ગમતી પળોને વાગોળી જાણીએ.

ગમા અણગમાની આ દુનિયામાં,
ગમતું વાતાવરણ સર્જી જાણીએ.

ના આંકીએ કમ કદી નિજજાતને,
શકુંતલાસુત વારસ બની જાણીએ.

આફત છોને પડકાર ફેંકતી કદીએ,
પાનખરમાં વસંત માણી જાણીએ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111909285
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now