*શબ્દો*
કેમ રડાવી જાય છે શબ્દો
કેમ હસાવી જાય છે શબ્દો
કેમ દર્દ આપી જાય છે શબ્દો
કેમ દવા બની જાય છે શબ્દો
કેમ દિલ તોડી જાય છે શબ્દો
કેમ મનને જોડી જાય છે શબ્દો
કેમ તિરાડ કરી જાય છે શબ્દો
કેમ દરાર ભરી જાય છે શબ્દો
કેમ સત્ય બતાવી જાય છે શબ્દો
કેમ જૂઠ ફેલાવી જાય છે શબ્દો
કેમ અભિમાન ભરી જાય છે શબ્દો
કેમ ઈશ્વરમા મેળવી જાય છે શબ્દો
કહે નર પ્રશ્ન છે શબ્દો જવાબ છે શબ્દો.
નારાણજી જાડેજા
નર
ગઢસીસા
હાલ મુન્દ્રા કચ્છ