Gujarati Quote in Questions by Mahendra Sharma

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીને આજે મળ્યો, કોક મિત્રના કહેવાથી મળવા આવ્યો હતો, એની સાથે પ્રશ્નોતરી આ રીતે રહી

૧. શું ભણો છો?
આઇટી એન્જિનિયરિંગ ભણું છું અમદાવાદમાં.

૨. કેમ IIT માં સિલેકશન નહીં થયું?
ના, પહેલાં jee ની તૈયારી કરી, પછી થયું વિદેશ જવું છે તો jee છોડી દીધું અને IELTS કરવા લાગ્યો.

૩. પછી કેમ વિદેશ ગયો નહીં?
ઘરમાંથી ના પાડી, કીધું બહુ નાનો છે.

૪. ક્યારે ફરી વિદેશ જવાનું?
ગ્રેજ્યુએટ થઈને જઈશ.

૫. કેમ જવાનું છે વિદેશ?
બધા વિદેશ જાય છે એટલે.

૬. બધા એટલે કોણ?
મારા જેવા બધા, એન્જિનિયર થઈને જાય

૭. અમદાવાદમાં કેટલા એન્જિનિયર થતાં હશે વર્ષે?
ખબર નહીં, હશે લાખ જેવા

૮. અમદાવાદમાં લાખ સીટ નથી,
લગભગ ૫૦૦૦ સીટ અમદાવાદ અને આજુબાજુ વિસ્તારમાં છે.
તો એમાંથી કેટલા જતાં હશે વિદેશ?

ખબર નહીં, કદાચ ૧૦-૨૦%

૯. એટલે બધા નથી જતાં એ પાક્કું ને?
હા બધા નહીં જતાં હોય

૧૦. તો વિદેશ જવા માટે યોગ્ય કારણ શોધીશ,
કે બધા જાય છે એટલે જઈશ?
હા પ્રયત્ન કરીશ.

૧૧. તારી કોલેજમાં સ્ટાર્ટઅપ ઇંક્યુબેશન છે, ખબર છે તને?

ના ખબર નથી, એ શું હોય?

૧૨. આ લે માણસની વિગત, આ છે નંબર, એમને તારી કોલેજમાં મળજે, સ્ટાર્ટઅપ વિષે પૂછી જોજે?
ઓકે જઈશ.

પછી બીજી ઘણી વાતો થઈ પણ એ બધું નિરાંતે કહીશ.
કદાચ એ મારી ઓફિસે ઈન્ટરનશિપ કરશે એવું લાગે છે.

Gujarati Questions by Mahendra Sharma : 111907869
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now