*રિફલેક્શન*
પપ્પા બહાર બેસી ને છાપુ વાંચતા હતા. એટલામાં અચાનક જોરથી થપ્પડ મારવાનો અવાજ કાને પડ્યો. સાથે જ ઝીણી ચીસ ઉઠી ને શમી ગઈ. તેઓ તરત જ ઊભા થઇ ગયા અને એ ચીસ તરફ દોડ્યા.
"તું આને જ લાયક છો." કહી જમાઈરાજા નીકળી ગયા. પપ્પા રડતી દીકરીની પાસે જઈને કાંઈક કહેવા ગયા ત્યાં તો દીકરીએ જ કહી દીધું.
"વાંધો નહીં પપ્પા, મમ્મીએ અને ભાભીએ શીખવાડી દીધું છે સહન કરતા."