#Failure "
નિષ્ફળતા એ સફળતાની ચાવી છે." ઘણીવખત વાંચવામાં આવ્યું છે. પણ વાસ્તવિક જીવનમાં એ પચાવવી બહુ અઘરી હોય છે એ પણ એટલું જ સાચું છે.
નિષ્ફળતા ઘણીવાર સીધી આત્મવિશ્વાસ ઉપર ઘા કરતી હોય છે તો ઘણીવાર ઈગો ઉપર! " હું સફળ થઈશ જ." " મારે સફળ થવાનું જ છે." જેવા મોટીવેશનલ વાક્યો ફકત વાંચી, સાંભળીને બોલ બોલ કરતાં લોકો એટલી હદે over confident કે મહત્વકાંક્ષી થઈ જતાં હોય છે કે નિષ્ફળ થવું એટલે પોતાની મોટી હાર સમજી લેતાં હોય છે. નિષ્ફળ થવા માટેનાં કારણો શોધી એનાં ઉપર કામ કરવું રહ્યું.
મળેલી નિષ્ફળતા માટે વિચારોને યોગ્ય દિશા આપવી જરૂરી બને છે. નિષ્ફળતા ફકત સફળતાની બીજી બાજુ જ છે! આપણી નિષ્ફળતા સામેની તરફ સફળતા છે. આજે એમનો સમય છે કાલે આપણો આવશે. બસ આવું સિમ્પલ વિચારી શકાય. એનાં ઉપર જીવનનો દારોમદાર ન હોઈ શકે. આજે નિષ્ફળ પરિસ્થિતિ કે જે તે ટાસ્ક છે તો કાલે સફળ પણ હોઈ શકે. 'કદાચ, આપણા તરફથી કરવામાં આવતી કોશિશો વધારવાની જરૂરિયાત છે.' એમ સમજી બીજીવાર વધુ મન લગાવી કોશિશ કરવી રહી. એ પૂર્ણતયા થયેલી કોશિશો ચોક્કસ ધાર્યુ ફળ આપશે.
કુંતલ ભટ્ટ
સુરત.