શક્તિ
શક્તિ તો તારામાં ઘણી છે,
ફક્ત તું જ અજાણ છે.
એ શક્તિને બહાર લાવવાનો,
બસ આ જ પ્રયાસ છે.
મળશે તને તારામાં જ નવું.
ફક્ત કોશિશ તારી જોઈશે.
મળશે તને એવા લોકો,
તારી જાત સાથે જ મળાવશે.
તારી જ કળા તને આવી મળશે,
ફક્ત તારો પ્રયાસ જ જોઈશે.
વિશ્વાસ જ મૂડી છે તારી
પછી સફળતા તારી રાહ જોશે
તું જે કંઈ પણ કરે તેમાં,
પ્રશંસા મળે તે જરૂરી નથી.
તને પણ ક્યાં બધું પસંદ છે?
પ્રશંસા એ જ પાત્રતા નથી.
- ઉર્વી વાઘેલા