શુભ ને લાભનો રોકડો વેપાર છે ,
ખોખલા મનનો નકરો પ્રચાર છે .
પડોના આદુ ખાઈને કોઈની પાછળ ,
આંખે પટ્ટી ને ગાંધારી લાચાર છે .
ઢાંક્યો રહે ના સૂરજ કદી છાબડે ,
વાદળને મન પોતે હવાલદાર છે .
જ્યાં જ્યાં દેખાય બારણે થાપાં ,
છે ચશ્મદીદ ગવાહ એ છડીદાર છે,
વાયરે ચડી વાયરસ મગજમાં પેઠો , નકલની ધૂન ને નકલી દિદાર છે .
દસ દસ માથાંપર વીસ ચક્ષુઓ , એ રામ નહિ પણ દશાવતાર છે .
#H_R