હાલતો કેમ થાવ?
હજી તો મારી નજર પડે ને ,
હરખના માયરુ , મારું ગળુ બોલી જાય...
હાલતો કેમ થાવ?
લીલો છાયળો મને ભુલાવે કેળી...
છલો-છલ હ્રદય ભીંજવતો જાય ...
હું હાલતો કેમ થાવ?
મન એ બાંધી તસવીર , હાલું?
ના ના , અણકારે ઓલું દલ...
પણ હું હાલતો કેમ થાવ?
અનાયસ બસ તને જોયા જ કરું?
ઓલી સીહ્મોરી ને કાબુ માં રાખ જરા...
કાન કોરા પયળા હો હવે ,
સીમે થી બાપુનો સાદ સંભળાયો..
હાલતો નહિ, હવે ભાગતો જયસ...😅