Gujarati Quote in Microfiction by Nilay

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સાધુનો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યું લઈ રહ્યો હતો.
પત્રકાર : સર! તમે છેલ્લા પ્રવચનમાં સંપર્ક ("Contact") અને જોડાણ ("Connection") પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણમાં મુકનારી છે, શું તમે સમજાવી શકશો ?

સંન્યાસી એ સ્મિત કર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું.

પત્રકારને પૂછ્યું : તમે ન્યુયોર્કમાં રહો છો?
પત્રકાર : હા.
સંન્યાસી : તમારા ઘરમાં કોણ કોણ છે?
પત્રકારને લાગ્યું કે સાધુ એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણકે સાધુનો સવાલ બહુ જ વ્યક્તિગત અને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો.
છતાં પણ પત્રકાર બોલ્યો: મારી માં હવે નથી, પિતા છે અને 3 ભાઈઓ અને એક બહેન છે. બધા જ પરણેલા છે.
સંન્યાસી એ ચહેરા પર સ્મિત લાવી પૂછ્યું: તમે તમારા પિતા સાથે વાત કરો છો?
પત્રકાર ચહેરાથી ગુસ્સે થતો લાગ્યો.
સંન્યાસીએ પૂછ્યું: તમે તમારા પિતા સાથે છેલ્લે ક્યારે વાત કરી હતી?
પત્રકારે પોતાના ગુસ્સાને દબાવતા જવાબ આપ્યો: કદાચ એક મહિના પહેલા.
સંન્યાસી"એ પૂછ્યું: શું તમે ભાઈ બહેન કાયમ મળો છો? તમે બધા જ એક પરિવારની જેમ છેલ્લા ક્યારે મળ્યાં હતાં?

એ સવાલ પર પત્રકારના માથા પર પરસેવો આવી ગયો, ઈન્ટરવ્યૂ હું લઉં છું કે આ સાધુ એવું લાગ્યું જાણે સાધુ પત્રકાર"નો ઈન્ટરવ્યું લઈ રહ્યા છે?
એક ઉદાસીભર્યા ઉદગાર સાથે પત્રકાર બોલ્યો: બે વર્ષ પહેલાં ક્રિસમસ પર.

સંન્યાસીએ પૂછ્યું: કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા?
પત્રકાર પોતાની આંખોમાંથી નીકળેલા આંસુઓ લૂછતાં બોલ્યો: ફક્ત 3 દિવસ.
સંન્યાસીએ પૂછ્યું: "કેટલો સમય" તમે ભાઈ-બહેનોએ તમારા પિતાની એકદમ નજીક બેસી"ને પસાર કર્યો?
પત્રકાર હેરાનગી અને શર્મિન્દગી અનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો.
સંન્યાસીએ પૂછ્યું: શું તમે તમારા પિતા સાથે નાસ્તો કર્યો? બપોરે કે રાત્રે સાથે જમ્યા છો? શું તમે તમારા પિતાને પૂછ્યું કે કેમ છો? તેમની તબિયત કેવી છે? માતાના મૃત્યુ પછી તેમનો સમય કેવી રીતે પસાર થઈ રહ્યો છે?
સંન્યાસી એ પત્રકારનો હાથ પકડ્યો અને કહ્યું: શરમાશો કે દુઃખી ના થશો. મને અફસોસ છે કદાચ મારાથી તમને અજાણતાં દુઃખ પહોચાડ્યું હોય તો! પરંતુ આ જ તમારા સવાલનો જવાબ છે સંપર્ક અને જોડાણ (Contact and Connection).

તમે તમારા પિતા સાથે ફક્ત સંપર્ક(Contact)માં છો પણ તમારૂં એમની સાથે કોઈ જ Connection નથી. તમે તેમની સાથે જોડાયેલા જ નથી. You are not connected to him.
તમે તમારા પિતા સાથે ફક્ત સંપર્કમાં છો, જોડાયેલા જ નથી.
Connection હંમેશા આત્માનું હોય છે. હૃદયથી 'હૃદયનું હોય છે. એક સાથે બેસવું અને ભોજન લેવું, એકબીજાની સારસંભાળ કરવી, સ્પર્શ કરવો, હાથ મિલાવવો, આંખોનો સંપર્ક થવો, કેટલોક સમય" એકસાથે વિતાવવો આ જરૂરી છે.
તમે તમારા પિતા, ભાઈ અને બહેનોના સંપર્કમાં (Contact) છો પરંતુ તમારૂ એકબીજા સાથે કોઈ જોડાણ ("Connection") નથી.
પત્રકારે આંખો લૂછી અને બોલ્યો: મને એક સારો અને અવિસ્મરણીય પાઠ શીખવવા બદલ ધન્યવાદ!

આજે પણ લોકોની આવી જ પરિસ્થિતિ થઈ રહી છે. બધાના હજારો સંપર્ક (contacts) છે પણ કોઈને એકબીજા સાથે લગાવ જોડાણ (connection) નથી. કોઈ જ" વિચાર વિમર્શ નહિં. પ્રત્યેક વ્યક્તિ પોતાની નકલી દુનિયામાં ખોવાયેલી છે.

🌹 સંપર્કમાં રહો અને જોડાયેલા રહો 🌹
🙏🙏

Gujarati Microfiction by Nilay : 111905085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now