આમ તો હું ચિરંજીવ આમ હું પલવાર છું
કોણ અપનાવે મને હું ખોટનો વ્યાપાર છું
એક દિન તો હું નિરાકારી થવાનો છું જરૂર
મન ભરીને જોઈ લેજો સત્ય છું સાકાર છું
વિશ્વકર્મા એ ઘડ્યો છે ઘાટ આ કાયા તણો
દેવને દુર્લભ છે એ માટી તણો અંબાર છું
સમજીને શીતળ મને અડશો નહીં દાજી જશો
હું જુદી રીતે ચુપેલો હિમમાં અંગાર છું
એક માયાવી તમાશો છે અય #નાઝીર આ જગત
હું જ એ એનું પાત્ર છું ને હું જ એ જોનાર છું
જય માતાજી