લ્યો જુઓ જુઓ આવી ગઈ દિવાળી
આવી ગઈ દિવાળી આપણા બધાં ભારતવાસીઓના ઘરમાં આવી ગઈ દિવાળી ફરીથી આવી ગઈ દિવાળી...
ગયાં વર્ષ 2022 માં દિવાળી અને નવું વર્ષ આવ્યું ત્યારે બધાં કહેતાં દિવાળી અને નવુવરસની ખૂબ ખૂબ શુભકામના પણ કયાં વર્ષ જતું રહીયું અને આ નવા વર્ષની દિવાળી આવી ગઈ. આપણા ઘરમાં ફરીથી દિવાળી આવી ગઈ...
આ વર્ષમાં કેટ કેટલાં નવા બદલાવ થયા અને નવા અનુભવો મળ્યાં આપણે ભણવા - ગણતા હતાં હજી અને જવાબદારીઓ લેવાનું શીખી ગયાં. આવી ગઈ દિવાળી જુઓ આપણા ઘરમાં ફરીથી આવી ગઈ દિવાળી...
2023 ના આ વર્ષમાં નોકરી, ધંધો અને ઇન્ટરવ્યુથી હેરાન - પરેશાન થઈ ગયા હતાં પણ જોતજોતામાં જોવો આવી ગયું નવું વર્ષ આવી ગઈ દિવાળી આપણા ધરમાં ફરીથી આવી ગઈ દિવાળી...
શ્રી હરિ ભગવાનના ચરણમાં આજના દિવાળીના શુભ અવસર પર એક જ પ્રાથના છે. બધાં ભારતવાસીઓના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. નાના થી નાના કુટુંબને પણ રોજગાર મળી રહે અને બધાં ભારતવાસીઓ તંદુરસ્ત રહે. આવી ગઈ દિવાળી આપણા ઘરમાં ફરીથી દિવાળી આવી ગઈ...
આ નવા વર્ષના શુભ દિને બધા ભારતવાસીઓ તમને અને તમારા પરિવારજનોને દિલથી દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના ખૂબ આગળ વધો તમારા પોતાનું અને પોતાના પરિવારનું નામ આ દિવાળીના દીવડાની જેમ રોશન કરો આવી ગઈ દિવાળી આપણા ઘરમાં ફરીથી દિવાળી આવી ગઈ...