થાળી આખી ભરેલી હવે ગમતી નથી
બસ એકાદ બે વસ્તુ પેટ ભરે એ ગમે.
ક્યાં બધું લઈને ફરીશ બોજ માણસ
બસ થોડું મળે તો મોજમાં રહેવું ગમે.
જે થયું ભૂલી જવું આગળ વધતા રહેવું,
મનમાં પ્રેમ અને ઈશ્વર સાથે ચાલવું ગમે.
કોકને મળ્યા અને આપ્યું જે હતું ઝોળીમાં
મિલકત મારા ગુણમાં બસ એ આપવું ગમે.
- મહેંદ્ર શર્મા ' પ્રેમી '