અજવાળાંમાં ડાઘ
જુદી જુદી આંખો અંદર સળગે નોખી આગ
તારા કરતા મારા ઘરનું અજવાળું છે મોટું
સૌની આંખો આંજે તેથી મુંકું તેનું ફોટું
અજવાળાંના દિવેલ માટે ચાલે ભાગમભાગ
અજવાળામાં ડાઘ
કોઈના ઘર માટે તો પર્વ ઘરમાં પુરાઇ જાઉ
કોને એવું થાય કે એના ઘરનો દીવો થાઉ
હે લક્ષ્મીજી ! એનાય ઘરની કરજો લીલી શાખ
અજવાળામાં $lઘ
- નરેશ સોલંકી