એવુ પણ બને
તમે જેની ખુશીમાં ખુશ અને દુ:ખમાં દુખી થાવ છો ,
તે કદાચ તમારા દુ:ખમાં ખુશી શોધતા હોય....
એવું પણ બને
તમે જેને પોતાના માની મન ઠાલવો છો,
કોને ખબર કે તે આ વાત હોંશેહોંશે બીજે કરે....
એવું પણ બને
તમારી આંખો જેને જોવા તરસી જાય છે,
શુ ખબર કદાચ તેની આંખોમાં તમે ખૂચતા હો...
એંવુ પણ બને
તમે જેનું મૌન પણ વાંચી લો ,
તે તમારી બોલેલી વાત પણ ન સમજે....
એવું પણ બને
જેનું નામ લેતા તમારુ મોઢું સુકાતું ન હોય,
શું ખબર તેની Dictionary માં તમારુ નામ જ ન હોય....
એવું પણ બને
તમે જેને તેના કરતા પણ વધુ સારી રીતે જાણો છો,
તે તમારા વિશે કંઈ પણ જાણતા ન હોય....
એવું પણ બને
તમે જેની આંખમાં આંસુ નથી જોઈ શકતા,
કોને ખબર કદાચ એ જ તમારા આંસુનું કારણ બને....
એવું પણ બને
જયારે તમે give up કરી દો,
પરંતુ કોને ખબર સફળતા તમારા દરવાજે ઊભી હોય....
એવું પણ બને
જે તમારી વાતોને નજરઅંદાજ કરતા હતા,
એ જ તમારા સફળ થયા પછી તમારી સલાહ લેવા આવે..
એવું પણ બને
આ માત્ર કલ્પનાની કલ્પના જ હતી,
કદાચ કોઈને માડુ સમજાય....
એવું પણ બને...એવું પણ બને....એવું પણ બને...