*|| શુભ દિવાળી ||*
લાગણીથી ખળખળો તો છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી.
એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી.
ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના, પીડ એની જો કળો તો છે દિવાળી.
ઝગમગતા દીવાની ચમકથી *પ્રકાશિત* આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે...
*આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ...💥*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻