Gujarati Quote in Poem by સમીર વ્યાસ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સમય ને કેજો! થોડો પાછો ઠેલાય!!!
મન માં રહેલી થોડી; વાતો થઈ જાય,

જોડયે જોડાય નહિ; સાંધા છે એટલા,
કોને કહેવું; મારે વાંધા છે કેટલા!

ગળે ડૂમો ને મારે કરવો છે સાદ
"એવું તે કેમ થ્યું" નો કરવો વિવાદ,

કેટલા ગયા; ને હવે બાકી રહ્યા..
જીવન ના વર્ષો કંઈ કરવા ના બાદ!?

કેમ હવે રે'શું, એ નક્કી થઈ જાય
આ સમય ને કેજો! થોડો પાછો ઠેલાય!!!
મન માં રહેલી થોડી; વાતો થઈ જાય,

- સમીર વ્યાસ

Gujarati Poem by સમીર વ્યાસ : 111904338
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now