આ ધરા....
આ ધરા જુલ્મ જોર સીતમ સહી રહી
પ્રભુ હવે આશ રહી ગઈ રહી સહી
ભટક્યા જન ભૌતિકતા પાછળ જ્યહી તહીં
વેદ પુરાણ ઉપનિષદ ને કહે સૌ નહીં નહીં
વસુધૈવ કુટુંબ કમ ની ભાવના ઝૂરી રહી
હવે તો રોજ જગત્ જનની ક્યાંક બળી રહી
બોમ્બ બ્લાસ્ટ ને પરમાણું પરીક્ષણ કરી કરી
મા ભોમ હજુ સુધી કેમ તું પણ સહી રહી
‘સંભવામિ યુગે યુગે‘ વચન યાદ કરી રહી
પ્રભુ ! આશ રહી ગઈ છે, હવે રહી સહી
- રાજેશ કારિયા