*દિવાળી*
કાર્તિકની અધંયારી છે રાતો
દિપ અને લાઈટોનો ઉજિયારો
આવશે લક્ષ્મીજી થાતી વાતો
પર્વ શ્રીરામ આગમનનો પ્યારો
માવા મિઠાઇ ખવડાવતો ને ખાતો
સ્નેહ મિલન નો દિવસ છે ન્યારો
ના નાનાં ના મોટાં સમ સહુને રાખતો
ઉજવો દિવાળીનો તહેવાર સહિયારો
વિતેલા વર્ષોના દુઃખ બધાં દૂર કરતો
કહે નર નૂતનવર્ષ સુખમય નિહાળો
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ