*શિરામણ*
પેરૉ પેરૉ મેં ગમાણ મેં છઙ છઙ જો ઝણકાર વેં
ગોંયુ જે ગળે મેં ઘંટડીએ જો મેઠો રણકાર વેં
તાબંડી તાબંડી મેં ખીર છલોછલ ભરેલ વેં
રસોડે રસોડે છાય જઘેંલા વલોણાં બધેંલ વેં
બોય હથે વેંચે મીઠી જી માટી મેં દહીં વલો વાધી વેં
એન તાજી઼ નેમરી છાય મથેં સોન જડો મખણ તરધો વેં.
બાજર જી ધીંગી માની તે મખણ મુલક લગેલો વેં
ડુંગરી જી પાળ ને લસણવારી તીખી લાલ ચટણી વેં
ઘી ગોળ જી ભરેલી તાસરી મઠજી ઘાટી છાય વેં
નર ચે હેડો શિરામણ ત હાણે અમુક નેસીભ વારે કે વેં.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા
હાલ મુન્દ્રા કચ્છ