તમારી યાદમાં અમે આંશુ સારી કદી નો'તા રોયા,
રૂમાલ આપ્યો તમે આશું લુછવાં, તોય નો'તા રોયા.
અમે આપ્યા હતા તાજા ગુલાબના ફૂલો તમને,
કાંટા ગણી અમને ફેંકી દીધા, તોય નો'તા રોયા.
બહુ સતાવે ચાંદની રાતે આપણું પૂનમ નું મિલન,
દરેક પૂનમે તમને ખુબ યાદ કર્યાં, તોય નો'તા રોયા.
બળબળતા તાપમાં ચાલ્યા ને પગ ખુબ દાઝયા,
છાંયડો મળ્યો ને તમારી યાદ આવી, તોય નો'તા રોયા.
વરસાદમાં પલળતા ખાનગીમાં ધ્રુસકે ધ્રુસકે રોયા,
પણ જાહેરમાં કદી અમે એકવાર પણ નો'તા રોયા.
કસ્તી તો અમારી આવી ગઈ હતી કિનારા સુધી,
તરી તો જાત પણ તમે ડૂબાડયા, તોય નો'તા રોયા.
અમારી વાત જવાદો 'રમેશ' અમે તો જન્મે સાચું નો'તા રોયા,
શું અમારી કબર પર ફૂલ ચડાવતા ડુસકા ભરી તમે નો'તા રોયા?
રમેશ શર્મા
25/10/2023