*ઉદાસી.....*
મનમાં એક આશ ભરી
હા! આજ તો આવશે જ..
સજી ધજી નિકળી સરિતાને ઘાટ...
હાથમાં બેડલું ને થનગનતી ચાલ...
નજર બિછાવી રાહ પર...
એ આવ્યો બની અસ્વાર
ને મનના ઘોડલા ઘડે અવનવા ઘાટ
દૂર ઉડતી ધૂળની ડમરી...
હૈયે મચાવે ઉત્પાત...
ઘડીક હરખાતી
ઘડીક શરમાતી...
એ આવ્યો કે આવશે...
પરણ્યો આજ...
આવ્યા અનેક અસ્વાર..
પણ...
એ .....હજી...
ના! આવ્યો...
ઓહ...આજ પણ....
ને અજંપાભરી ઉદાસી છવાઈ..
મન વ્યાકુળ ...
સૌ સારા વાનાંહશે ને?
કે...
આંખના નીરે બેડલું ભરાયું..
પણ...એ લુંછનાર ક્યાં..
ઉદાસી જાણે કાયમી પહેરણ
ફાટે પણ ફીટે નહીં..
આંખ્યો ઉજાગરે રાતી...
આ સાજ શણગાર...
પણ વેરી લાગતાં..
ને આ દુનિયાદારી...
રોજ નવું મહોરું ચડાવી...
રોજ ...હા! ..રોજ...
આવી રાહ જોતી ....
કે આજ તો આવશે જ...ને?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ