ઉચકાવશો
ભાર મૂક્યો આજ માથે હાથ દઇ ઉચકાવશો?
આકરા આ તાપ બાળે સાથ ત્યારે આવશો.
ભાલ પરનો ચાંદ ઝાંખો જોડ એની પાર છે,
વાવ સૂકી નીર ઝંખે કેમ એ સમજાવશો ?
પારકી પંચાત ચાલી આંગણું આજે ભરી,
ત્યાંજ અંદર વાત ઉડી ખુદ પર અજમાવશો.
કામ છોડીને દલીલો પણ કરી'તી, છેવટે,
જો તમે સાચાં છો તો એ વાત ત્યાં અટકાવશો?
ડાળ પરથી ફૂલ ચુંટયુ ત્યાં કળી ખીલી નથી,
આજ એ ઉદાસ આંખે કોઇ ચમક ચમકાવશો?©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ