☀️🌞⛱️
ઢળતો સૂરજ, સાંજ
સૌ કોઇ, ઊગતા સૂર્યના દર્શન કરી, સુર્ય નમસ્કાર કરી, એણે લાગે છે પગે;
જોયા છે કદી તમે લોકો ને બિચારા ઢળતા સૂરજ ને, લાગતાં પગે?
માનવ જીવન માં, પણ આં જ પરંપરા, આં જ રીત ચાલતી આવી છે
સફળતા જ માનવી ને વાહલી છે; ઘણો ભાગ, સમય જ સફળતા ની ચાવી છે
ઢળતાં સુરજ ની જેમ, ઢળતી ઉંમરે કોઇ કરતું નથી તમારી ભાવનાઓ નો આદર
માટે તમે પગ પણ એટલાજ પસારજો, જેટલી લાંબી હોય તમારી ચાદર.
પાછલા જીવન માં, સગાં સંબંધી ઓછાં હશે, આં જ છે જીવન સંધ્યા, આં જ છે, હકીકત સાચી
તૈયારી કરવી જોઈએ, પણ આસાન નથી આં કામ; સામનો કરવા જોઈએ હિંમત સાચી
Armin Dutia Motashaw