અલ્પમ બહેનની ફેસબુક પોસ્ટમાં ચા ઠારી ને પીવાનું લખેલું હતું તે વાંચતાં બાળપણમાં વાંચેલ બકોર પટેલ ની વાર્તાનો એક સીન યાદ આવ્યો.
બકોર પટેલ ની એક વાર્તામાં તેઓ ઉતાવળ માં હોય છે એટલે વાટકીમાં ચા રેડી રકાબીમાં ધાર કરવા જેટલો પણ સમય નથી. એ આખો કપ એક થાળી મગાવી એમાં ઠાલવી થાળી ગટગટાવી ચાલતી પકડે છે! છતાં દાઝે છે અને ચા એ રીતે પીતાં સફેદ પહેરણ પર પડે છે!
વાર્તાનું નામ હતું ' ગાડી ચૂકે એ બીજા, બકોર પટેલ નહીં '.