આજનો ટપાલી.
સાવ નવરોધૂપ જાણે લાગે ટપાલી.
હોય છે એનો ટપાલથેલો સાવ ખાલી.
વોટસએપને ઈમેલના યુગની અસર,
"કેમ કોઈ લખતું નથી "એવો સવાલી.
ઓનલાઈન મની ટ્રાન્સફર થાય છે,
મનીઓર્ડર સીસ્ટમ બની સાવ નમાલી.
'પ્રેમપત્રો' નું સ્થાન પ્રેમમેસેજે લૈ લીધું,
કાગળ મરિયમનો નથી દેતું કોઈ હાથ ઝાલી.
સરકારી કાગળો સ્પીડપોસ્ટે ધીમા આવે,
પોસ્ટકાર્ડની વીન્ડો દેખાય છે ઠાલી ઠાલી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.