"એક આથમતી સંધ્યા એ તારો હાથ ઝાલીને,
તારી સાથે જીવવા મરવાના જે સોગંદ ખાધા હતાં,
મેં એ આજે ધરાશયી થતાં જોયાં,
વર્ષો ના વર્ષો વીત્યા પછી,
આજે અચાનક જ એવી એક આથમતી સંધ્યા એ,
તારો હાથ પકડીને છૂટા પડવાના સોગંધ આપવાનું તું કહે છે,
ત્યારે હૃદય દ્રવી ઉઠે છે અને મન વિચારોમાં ખોવાઈ જાય છે,
કે જેટલાં વર્ષો સાથે જીવ્યા એ શું હતું.?
એક ઝનુન,પ્રેમ કે માત્ર આકર્ષણ...?"