"આખરે માનવજીવ છું ને હું,
એટલે જ થાકી ગઈ છું,
માનસિક,શારિરીક અને આથિૅક રીતે,
એમ થાય છે કે કાશ....,
કોઈ આવીને બાથ ભરી લે,
અને હું ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર જ,
એને કસીને બાહોમાં પકડીને રોયા કરું,
ગળામાં છુપાવેલ અંતરમાં દબાવેલ,
એ દદૅને ચિત્કારને છૂટું મૂકી દઉં,
ભીંતરની વેદના ને બહાર લાવી દઉં,
આંખો સૂજીને લાલ થઈ જાય એટલું રડી લઉં,
બે ઘડી મારા મનને શાંત કરી લઉં......!"