Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" વ્હાલ કરજો "
( ગઝલ )

આંકશો ના કોઇને પણ કમ કદી.
માપશો ના કોઇનો પણ દમ કદી.

રાખવો વિશ્વાસ સાચી વાતમાં;
ક્યાંય ખવરાવો તમે ના સમ કદી.

કે તરસમાં રાખજો મન કાબુમાં;
પી જજો ગમ કે ન પીતા રમ કદી.

આપવા દો આપતા એ થાકશે;
દુઃખ મળે કરશો તમે ના ગમ કદી.

વ્હાલ કરજો કોઇને પણ જીવથી;
બારણે ના આવશે હા યમ કદી.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : રમલ = ગાલગાગા×૦૨+ગાલગા

Gujarati Poem by Rakesh Solanki : 111898106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now