હૃદય
કોમળ હૃદયને વજ્રપ્રહારો ખમવાના કેમ?
શું નવનીત સરખા એને એ ગમવાના કેમ?
ચોવીસે કલાક ધડક્યા કરે છે સતત જે,
એની સાથે માણસો રમત રમવાના કેમ ?
નથી આરામ લેતું પળભરનો ક્યારેય એ,
ગણતરીના હિસાબો માથે થોપવાના કેમ?
સાવ કાચું છે એ ગણતરીની દુનિયાદારીમાં,
એના ઝંકાર, સ્પંદનોને શું અવગણવાના કેમ?
સ્નેહ, લાગણી કે હૂંફ દેખી જોડાઈ જતું એ,
એના ભાવને હિસાબ ખાતર તજવાના કેમ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.