Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરિવર તારો આધાર.

બગડી બાજી સુધાર હરિવર તારો આધાર.
હરપળ તારા વિચાર હરિવર તારો આધાર.

લખચોરાસી ફેરા ફરતાં સહેવો કર્મ પ્રહાર,
તારાં જાણીને ઉગાર હરિવર તારો આધાર.

માયા મોટી મોહિની જાણે કે લીલ શેવાળ,
હરડગલે છે પડકાર હરિવર તારો આધાર.

મંદમતિ હું માનવ કેમ કરી ઊતરું ભવપાર!
ચારેકોર દીસે અંધકાર હરિવર તારો આધાર.

તારાં જાણીને સંભાળજે વિનવું તને વારંવાર,
કરજે વિનયનો સ્વીકાર હરિવર તારો આધાર.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111897508
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now