"મિત્ર"
મારો એ મિત્ર છે, પ્રાણથીએ પ્યારો છે.
બાળપણથી આજ સુધી મિત્રતા જગ જાહેર છે.
એ નર છે કે નારી, પ્રશ્ન અસ્થાને છે.
એટલું જ પુરતું છે, એ મારો મિત્ર છે.
પડું આખડું તો ખોળામાં એના સુઇ જતી.
દિવસભરની સુખ દુઃખ ની વાતો
એની આગળ કરતી.
હસીને કહેતો, સંસાર છે, ચાલ્યા કરે.
વહાણા વર્ષોના વીત્યા, સાથેને સાથેજ હતા.
એનું દુઃખ ક્યારેય મેં જાણ્યું નહી પણ
મારા સુખ દુઃખનો ભાગીદાર રહ્યો.
સંધ્યા દિપ હવે પ્રગટ્યો છે,
હાથ પકડી એનો દૂર હવે જાવું છે.
મિત્ર છે મારો એતો, લઇ જશે લક્ષ્ય સ્થાને.
અમી કર્દમ યાજ્ઞિક
વડોદરા.