Gujarati Quote in Religious by Manjibhai Bavaliya મનરવ

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભજન વાણી.

સાખી.

જીવ પ્રત્યે દયા ધરમ, શીવથી પરમ ને પામ,
પશુમાય ઈશ છે,કલ્યાણ ના કરી એ કામ.

ભજનામૃત.

ભજનને જાણી એ ભાઈ એ વીણ ઉદ્ધાર નાઈ.
છોડ સંપતિને ધનના ઢગલા,નિજાનંદે સુખ નાઈ.

નારી દેખી નાચ નાચમા, પરસ્ત્રી માત સમ મનમાં.
શીલ મર્યાદા તુજ છોડમાં જીવતર જળે સાનમાં.

ધ્યાન ધર હરી તણું એ વિણ સુખ ક્યાંય નાઈ.

સ્વ આતમને તુજ સ્વમાં નિહાળી લે આ તનમાં.
જોબન જરી જરા સતાવશે વ્યાધી રે પતનમાં.

સ્વાર્થમાં સુખ ખાતર કોયનુ પતન કરતો ન ભાઈ.

ભજન કર પ્રભુ નું ભાવથી રહે ભજનમાં.
સ્મરણ કર સદા સુખ ઊપજે ભવનમાં.

સાચું સુખ છે સત્સંગે એ વીણ સમજ નાઈ.

વાણી વર્તન ઓળખ છે જન માનસમાં.
વહે પળ જીવન તણી પરમ એ પાવનમા

સંસાર સરે સંત વચન છોડીશ નાઈ.

કુડ કપટ છોડી દેને ઈર્ષા દ્વેશ ત્યાગનમા.
હળ સહ સંગાથે નેહ નિર્મળ ભાવનમા.

ભક્તિ ભજન વિણ આ ભવમાં પાર નાઈ.


કહત મનજી દોઈ કરજોડી મારું તારુ કરમાં.
અહીં નું છે ઈ અહીં રહેવાનું આવે ન સાથનમા.


સંત સેવા મળશે મેવા ભેદ ભરમ છોડ ભાઈ.

મનજી મનરવ.

Gujarati Religious by Manjibhai Bavaliya મનરવ : 111896708
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now