આંધળી દૌટ
ઉત્સાવોની ભરમારમા આંધળી દૌટ ના મૂકો.
ક્ષણે આત્મ મંથન દિપમા થોડું દિવેલ તો પુરો.
જગ ફજેતા લાગે સારા નિજ ગૃહે નજર કરો,
ઉપણ એ આપ ખુદની શોધી ઠાંસી એને બુરો.
વજુદ તુજ મિટાવી અન્યે અગ્રતા સિદને થામવી,
મહી પડ્યા તેજને ઉજાગર કરવા નિત્યં ઝઝુમો.
જીતના જાદુગર નહીં તો હારના હંસલા બનાય,
ગુલામીની બેડી નહીં જાત આઝાદી આંગન કૂદો.
જોશ ભરી જીંદગીમાં જીંદાદિલે જન્મારો જીવો,
નિહન ચાલો નોખા ચીલે સત્ય નીતિના છેડો સુરો.
- નિમુ ચૌહાણ નિહન .
- ૧૦.૨૬.am
-Nimu Chauhan nihan