Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપી શકે..

તારલાઓ તું ગણાવી છાબમાં આપી શકે,
કે અધૂરા જે રહ્યાં અરમાન દફનાવી શકે.

આભ ઉપર પગ તળે રાખી ધરા, ઊભી રહું,
એક સપનું પૂર્ણ થાશે આશ જન્માવી શકે?

નામ તારું થાય રોશન એ પ્રયાસો તો કર્યા,
પણ કદી થાકી જઈ ભાંગી પડું સાંખી શકે?

ચાલ મનવા તું હવે ત્યાં ધ્યેય સામે કર નજર,
બસ કદમભર દૂર છે જો હાથ લંબાવી શકે.

જો નજર ઈશ્વર તરફ કરવી પડે તો કર હવે,
આરઝુ તારી થશે પૂરી જો અપનાવી શકે.

એ બહાના ત્યાં બતાવી રોજ છટકી જાય છે
ને ફસાઈ જાય ત્યારે વાત ઉપજાવી શકે.

આપવાની વાતમાં ના પાડવાની હામ છે?
શાખ તારી સાચવીને કેમ શરમાવી શકે?©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111896379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now