Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમલમાં છે

ન કર ચિંતા મળી જાશે જરા શોધો બગલમાં છે.
નથી આસાન કંઈ સમજાવવું જાણી અમલમા છે.

નજરથી રાખ મર્યાદા અહીં સૌની, કવનમાં તો,
કહીં દીધું કહેવાનું હતું, સઘળું ગઝલમાં છે.

ન લોપી રામની આજ્ઞા કદી તોયે ચડે ત્યાં બાણ,
લડાઈ આખરી લડવા હવે સાથી મજલમાં છે.

મચાવીને ઘણો ઉત્પાત બેસી તો ગયાં સાથે,
સગાઈ એમની જો યાદ કરશો જે અસલમાં છે.

સવાલોના જવાબો શોધવા કરશે કવાયત ખૂબ,
કદી એને ખબર પડશે જવાબો પણ પઝલમાં છે.

નમીને માન દેશું રામ સમક્ષ કર પ્રતિજ્ઞા આજ,
મનાવીને ઉજાણી કર, ચલો સાથે મહલમાં છે.

અગન લાગી લગાવી દિલ મહીં એણે બની ભમરો,
મળી જાશે અચલ શાંતિ ભમરને ત્યાં કમલમાં છે.©
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111896230
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now